અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબરમૂછિયો ઝડપાયો, દારૂની હેરાફેરી કરતાં શખ્સની પણ અટકાયત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબરમૂછિયાને ઝડપી પાડ્યો હતો.

New Update
અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબરમૂછિયો ઝડપાયો, દારૂની હેરાફેરી કરતાં શખ્સની પણ અટકાયત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબરમૂછિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી બી’ ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે ખેપિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાલિયા તરફના માર્ગ પર મહિલા અને એક ઈસમ 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઊભા હોવાની બાતમીના આધારે અંકલેશ્વર GIDC પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ અને 2 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 38 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જીતાલી ગામની સ્ટાર લેક સિટી સોસાયટીમાં રહેતી સવિતાબેન મેદનીરાય દીપલાલ રાય તેમજ લબરમૂછિયાની અટકાયત કરી હતી.

તો બીજી તરફ, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, અંકલેશ્વર GIDC બસ ડેપોમાંથી એક ઈસમ બેગમાં દારૂનો જથ્થો લઇ પ્રતિન ચોકડી વિસ્તારમાંથી પસાર થવાનો છે. જે માહિતીના આધારે પોલીસે પ્રતિન ચોકડી નજીક વોચ ગોઠવી હતી, જ્યાં બાતમીવાળો ઈસમ આવતા જ પોલીસે કોર્ડન કરી તેની બેગમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી 18 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 7,500 રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ અંકલેશ્વર દીવા રોડ પર આવેલા અંબિકા નગર ખાતે રહેતા વિશાલ ઉર્ફે મારી ગણેશ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories