/connect-gujarat/media/post_banners/e060fff9a493e5a192bdd7918362827007d4071a2816b8b93f75d487b02029a4.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં દીવાલ ધસી પડતાં એક બાળકને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવા બોરભાઠા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આજરોજ શૌચાલયની દીવાલ તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન દીવાલ અચાનક ધસી પડતાં એક બાળક કાટમાળ નીચે દબાયું હતું. જેના કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવના પગલે શાળા સંચાલકો સહિત આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે, પ્રત્યક્ષદર્શીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળા સંચાલકો દ્વારા બાળકો પાસે શૌચાલયની દિવાલ તોડાવવા ઉપરાંત દિવાલના કાટમાળને હટાવવા માટેની કામગીરી કરાવવામાં આવતી હતી, તે દરમ્યાન આ ઘટના સર્જાય હતી.