અંકલેશ્વર : ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રોકડ રકમની ચોરી, તસ્કરોની કરતૂત થઈ CCTVમાં કેદ

GIDC વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ સહિતના માલમત્તાની ચોરી કરી તસ્કરો થયા ફરાર.

અંકલેશ્વર : ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રોકડ રકમની ચોરી, તસ્કરોની કરતૂત થઈ CCTVમાં કેદ
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્કમાં રહેતા ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં ગત રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, ત્યારે રોકડ સહિતના માલમત્તાની ચોરીની ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્કમાં રહેતા ટ્રાન્સપોર્ટર જયેશ પટેલની દેસાઈ પેટ્રોલ પંપ નજીક આવેલ રિદ્ધિ સિદ્ધિ ટ્રેડ સેન્ટરમાં પિક કેરિયર્સ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ આવેલી છે. જેમાં ગત રાત્રિના 2 વાગ્યાના અરસામાં 5 જેટલા અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઓફિસનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કેશ બોક્સ રહેલી આશરે 35 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે સવારના સમયે ટ્રાન્સપોર્ટર જયેશ પટેલ પોતાની ઓફિસ પર આવતા તેઓને ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

જેના આધારે ઓફિસમાં રહેલ CCTV કેમેરા તપાસતા તેમાં તસ્કરોની તમામ કરતૂત કેદ થયેલી જોવા મળી હતી. સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટરે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી આવ્યો હતો. હાલ તો પોલીસે CCTV ફૂટેજ આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#Theft News #Ankleshwar #Transport Office #CCTV #Robbery News #CCTV footage #Ankleshwar police #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article