/connect-gujarat/media/post_banners/86425ba6b0cf147c5585dc00a7f2ccb17efe265ba00402a0e7371a9bb10ba42a.webp)
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં અંકલેશ્વર-ભરૂચ હાઈવે પર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીકથી ઇકો કારમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇકો કાર નં. જીજે-૧૫-સીએમ-૬૮૭૩માં સુરતથી વડોદરા તરફ વિદેશી દારૂનો જથ્થો લઇને એક ઇસમ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર-ભરૂચ હાઈવે પર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી, ત્યારે બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની ૨૭૫ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૬૫ હજારનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ. ૩.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે વડોદરાના આજવા રોડ પર નહેરૂચાચા નગરમાં રહેતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે કાર ચાલક ઈસમ ફરાર થઇ જતાં પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.