Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : હાઈડ્રોલિક સ્કાય લિફ્ટ સહિતના વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા 3 વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા 3 વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના લોકોની સુખાકારી માટે પાલિકા તંત્ર દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે 2 ટ્રેકટર અને હાઈડ્રોલિક સીડીવાળી સ્કાય લિફ્ટની ખરીદી કરવામાં આવી છે, ત્યારે આ ત્રણેય વાહનોનું પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિત નગર સેવકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ તેમજ વધુ ઊંચાઈવાળા કામોમાં સરળતા રહે તે માટે હાઇડ્રોલિક સીડીવાળી સ્કાય લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Next Story