અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ બોલેરો કેમ્પર ગાડીના ચાલકને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો.

New Update

મૂળ રાજસ્થાન અને હાલ કામરેજના કોસમાડા ગામમાં રહેતા પ્રકાશ મનારામ થાનારામની બોલેરો કેમ્પર ગાડી નંબર-આર.જે.22.જી.બી.6984 અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ચાલે છે જે ગાડીનો ચાલક ઈશ્વર બીજારામ સિરવી અને એક દિવસ માટે ચાલક તરીકે આવેલ લક્ષ્મણ નામનો ઈસમ ભેગા મળી ગત તારીખ-24મી જાન્યુઆરીના રોજ 14 લાખની ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાહન ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ વાહન ચોરીમાં સંડોવાયેલ ચાલક ઈશ્વર બીજારામ સિરવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories