અંકલેશ્વર : કારમાંથી ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ

અંકલેશ્વરનાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી કારમાં સંતાડેલ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી.

New Update
અંકલેશ્વર : કારમાંથી ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ

અંકલેશ્વરનાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી કારમાં સંતાડેલ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી.

અંકલેશ્વર તાલુકાનાં સારંગપુર ગામેથી એક લાખ રૂપિયાનાં ગાંજાનાં ગેરકાયદેસર જથ્થા સાથે એક મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર સુરતથી ગાંજાનો જથ્થો અંકલેશ્વર લાવી સારંગપુર વિસ્તારમાં તેનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે ભરૂચ SOG પોલીસ એક કારમાં સંતાડેલો ગાંજાનો જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે 10.કિલો ગાંજો અને કાર મળી કુલ રૂ.6.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે રેઈડ દરમિયાન પોલીસ પકડથી ભાગી ગયેલા ઈસમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં નશા કારક ચીજવસ્તુઓનું વેચાણ વધી ગયું હોય ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અધિકારીઓને કડક કામગીરી કરવા સુચનાઓ આપી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર SOGની ટીમને માહિતી મળી હતી કે, સારંગપુર ગામની મંગલદિપ સોસાયટીની પાછળ મારુતિ કાર ગાડી નં-JH-04-U-5225માં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે. અને આ ગાડી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી છે. જેથી SOG પોલીસને માહિતી મળતા જ પીએસઆઈ એમ.એસ.ચાવડા સહિત સ્ટાફે સરકારી પંચોની હાજરીમાં સરકારી વાહનોમાં માહિતીવાળા સ્થળ પર રેઇડ કરી હતી.આ સમયે સ્થળ પર એક મહિલા અને પુરુષ હાજર હોય પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા.જેથી પોલીસે તેમને પકડવા પીછો કરી એક મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે તેમનો પતિ પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ થયો હતો. પોલીસે તેની કારની ડેકીખોલી તલાસી લેતા તેમાંથી 10. કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાંજાની કિંમત રૂ. 1 લાખ અને કારની કિંમત 5 લાખ સાથે એક મોબાઈલ કિંમત રૂ.10 હજાર મળીને કુલ રૂ.6.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને મુખ્ય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.. 

Latest Stories