Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:ખરોડ ગામના નાના બાળકોએ રમઝાન માસ દરમ્યાન 29 દિવસના રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારી

11 વર્ષીય મુહમમદ ઇબ્રાહિમ લહેરી તેમજ 7 વર્ષીય મુઆવીયા ઇબ્રાહિમ લહેરીએ 29 દિવસના રોઝા રાખ્યા

અંકલેશ્વર:ખરોડ ગામના નાના બાળકોએ રમઝાન માસ દરમ્યાન 29 દિવસના રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારી
X

રમઝાન માસ દરમ્યાન મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજરાતા હોય છે ત્યારે અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામના બે નાના બાળકોએ પણ સમગ્ર રમઝાન માસ એટલે કે 29 દિવસના રોઝા રાખ્યા હતા. ખરોડ ગામમાં રહેતા અને સામાજિક આગેવાન ઇબ્રાહિમ લહેરીના 11 વર્ષીય પુત્ર મુહમમદ ઇબ્રાહિમ લહેરી તેમજ 7 વર્ષીય પુત્ર મુઆવીયા ઇબ્રાહિમ લહેરીએ 29 દિવસના રોઝા રાખ્યા હતા. રમઝાન માસ દરમ્યાન તેઓ શાળામાં પણ જતા હતા અને સાથે રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારી રહ્યા હતા

Next Story