/connect-gujarat/media/post_banners/2b3f952f42742de844ca0b31f420173df428522d7354bf8aa2a23a0407d0c806.jpg)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાની આગેવાની હેઠળ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ગેરબંધારણીય ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાનશાહ અને અત્યાચારી સરકાર વિરુદ્ધ યૂથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે વિરોધ પ્રદર્શન દરમ્યાન યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, મહામંત્રી વસીમ ફળવાલા, પૂર્વ યુવા પ્રમુખ ભરત પરમાર, જિલ્લા અગ્રણી મગન માસ્ટર, ઇકબાલ ગોરી, સ્પંદન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.