/connect-gujarat/media/post_banners/4a6e7287b50e2797359da204c9f09d5ee9ca1e5922e866fa71baf2f13ee2231b.webp)
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગોલ્ડન બ્રીજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોનો પીછો કરી ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ગોલ્ડન બ્રીજ ચોકી પાસે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એલ.૪૯૫૭ આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા મોપેડ સવારોએ વાહન પુરપાટ ઝડપે હંકારી મુક્યું હતું આ બંને ઈસમો ઉપર પોલીસને શંકા જતા પોલીસે મોપેડ સવારોનો પીછો કરી તેઓને અટકાવી તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૂની ૭૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને બે ફોન મળી કુલ ૧૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ભીડ ભંજનની ખાડીમાં રહેતો પ્રવીણ કાલિદાસ વસાવા અને રાહુલ મહેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.