Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામે 2 દિવસીય ભાગવત કથા યોજાય, ભાવિકો રહ્યા ઉપસ્થિત...

પાણેથા ગામે પ.પૂ. ગિરનારીબાપુના સાનિધ્યમાં ગિરનારી ગુફા આશ્રમ ખાતે 2 દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે પ.પૂ. ગિરનારીબાપુના સાનિધ્યમાં ગિરનારી ગુફા આશ્રમ ખાતે 2 દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતના જાણીતા કથાકાર અને વક્તા રાજેન્દ્ર શાસ્ત્રીના મુખે સંગીતમય ભાગવત કથાનો રસાસ્વાદ કરાવ્યો હતો. નર્મદા પરિક્રમાના રસ્તામાં આવતા પ.પૂ. ગિરનારીબાપુના સાનિધ્યમાં ગિરનારી ગુફા આશ્રમ ખાતે 2 દિવસીય ભાગવત કથાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તજનો ઉપસ્થિત રહી ભાગવત કથાનો લાભ લીધો હતો. ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે આવેલ ગિરનારી ગુફા આશ્રમ ખાતે યોજાયેલ ભાગવત કથામાં હાલોલ જત્રાલના પ.પૂ. સ્વામી કૃષ્ણનંદજી, સીતારામ આશ્રમ અશાના પ.પૂ આવ્યક્તાપુરી મહારાજ, ભાવપુરાથી પ.પૂ. લક્ષ્મણદાસજી મહારાજ, નાવરાથી ભરતદાસ બાપુ, પાણેથા સુથા આશ્રમના પ.પૂ. નર્મદાનંદજી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story