ભરૂચ : પોસ્ટકર્મીઓની 2 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ, હેડ પોસ્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો...

New Update
ભરૂચ : પોસ્ટકર્મીઓની 2 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ, હેડ પોસ્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો...

બેન્ક હડતાળની સાથે હવે, દેશમાં પોસ્ટકર્મીઓ દ્વારા પણ 2 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરાયું છે, ત્યારે ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટકર્મીઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો.

ભરૂચ શહેરના લાલ બજાર સ્થિત હેડ પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવતા તમામ પોસ્ટકર્મીઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી પોસ્ટ ઓફિસની રાષ્ટ્રવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. જેમાં જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા, 5 દિવસનું અઠવાડિયું કરવા, એરિયર્સ ચૂકવવા સહિતની માંગણીઓ સાથે પોસ્ટ કર્મચારીઓ મેદાને આવ્યા છે. પોસ્ટ કર્મચારીઓના સંગઠનોએ 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપતાં હેડ ઓફિસ સહિત સબ ઓફિસના 1400થી વધુ કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા પોસ્ટની કામગીરીને મોટી અસર થઈ હતી.

#CGNews #strike #post office #BeyondJustNews #Connect Gujarat #Protest #Lalbazar #Bharuch #employee
Latest Stories