ભરૂચ : રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ કલાકો અટવાયા,જુઓ શું થઈ સમસ્યા

રવિવારના દિવસે રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી અટવાયા

New Update
ભરૂચ : રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ કલાકો અટવાયા,જુઓ શું થઈ સમસ્યા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી તરફથી ઝઘડીયા તરફ જતા વચ્ચે આવતી ભુંડવા ખાડીના પુલ પર ટ્રક બગડતા બન્ને ટ્રેક પર ૨ કી.મી.લાંબો ટ્રાફિકજામ સર્જાતા પ્રવાસીઓની મજા પર પાણી ફરી ગયું હતું.. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી તરફથી ઝઘડીયા તરફ જતા વચ્ચે આવતી ભુંડવા ખાડીના પુલ પર ટ્રક બગડતા બન્ને ટ્રેક પર ૨ કી.મી.લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

Advertisment

રવિવારના દિવસે રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી અટવાયા હતા. જોકે રાજપારડી પોલીસ સ્ટેશનના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા જવાનોને ટ્રાફિકજામની માહિતી મળતા તાત્કાલિક ટ્રાફિક તેમજ અન્ય પોલીસ જવાનોની ટીમે જામવારા સ્થળે પહોચી બગડેલા ટ્રકને પુલ પરથી હટાવી ટ્રાફિક પુર્વવત કરતા વાહન ચાલકોને રાહત સાંપડી હતી. 

Advertisment