ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક લોખંડની એંગલ સાથે વધુ 2 વાહન ચાલકો બન્યા અકસ્માતનો ભોગ...

ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે બ્રિજના છેડે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. પરંતુ આ લોખંડની એંગલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઈ છે.

New Update
ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક લોખંડની એંગલ સાથે વધુ 2 વાહન ચાલકો બન્યા અકસ્માતનો ભોગ...

ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજના ભરૂચ તરફના નાકા પર લગાવાયેલી લોખંડની એંગલ સાથે વધુ 2 વાહન ચાલકો ભટકાયા હતા, ત્યારે આ અકસ્માત બાદ અહી સ્પીડ બ્રેકર તેમજ સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.

Advertisment

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરૂચના જર્જરીત જૂના સરદાર બ્રિજને લઈ ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે બ્રિજના છેડે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. પરંતુ આ લોખંડની એંગલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઈ છે. 2 દિવસ અગાઉ અહી ૩ લોકોના લોખંડની એંગલથી મોત થયા બાદ આજે વધુ 2 વાહનને અકસ્માત નડ્યો છે. જેના કારણે લોખંડની એંગલ રોડ ઉપર પડી જતા ટુ-વ્હીલર ચાલકોના જીવનું પણ જોખમ ઊભું થયું છે.

એટલું જ નહીં, આ લોખંડની એંગલો ઉપર રેડિયમ પણ અત્યંત તકલાદી વાપરવામાં આવ્યું હોય તેવા પણ આક્ષેપ થયા છે. સાથે જ સ્ટ્રીટ લાઈટના અભાવે તેમજ સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે. જો અહી સ્પીડ બ્રેકર લગાડવામાં આવે તો વાહનની ગતિ ધીમી થાય અને અકસ્માત સર્જાય તો પણ કોઈ વાહન ચાલકને જીવ ગુમાવવાનો વારો નહીં આવે. જોકે, 2 દિવસ અગાઉ સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના જીવ ગયા છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની લાપરવાહીના કારણે અકસ્માત સર્જાતા હોવાના પણ વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે.

Advertisment