ભરૂચ: યુવાનોને નશાના રવાડે ચઢાવનાર ચરસના મોટા જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ, જુઓ ક્યાંથી આવતો હતો આ જથ્થો

ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહયો છે ત્યારે વધુ એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો ભરૂચમાંથી પર્દાફાશ થયો છે.

New Update
ભરૂચ: યુવાનોને નશાના રવાડે ચઢાવનાર ચરસના મોટા જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ, જુઓ ક્યાંથી આવતો હતો આ જથ્થો

ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ચારસના મોટા જથ્થા સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહયો છે ત્યારે વધુ એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો ભરૂચમાંથી પર્દાફાશ થયો છે. ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો માદક દ્રવ્યોની હેરાફેરી કરનાર છે જેના આધારે પોલીસે જ્ઝાડેશ્વર ચોકડી નજીક વોચ ગોઠવી હતી આ દરમ્યાન બાતમીવાળી બાઇક આવતા તેને અટકાવી બાઇક સવાર બે યુવાનોની તપાસ કરતાં તેઓ પાસેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બન્ને યુવાનોની પૂછપરછ કરતા તેઓનાના નામ ભાવેશ વસાવા અને ભૌમિક શાહ હોવાનું બહાર આવ્યું હતું આ બન્ને યુવાનો ઝાડેશ્વર વિસ્તારના જ રહેવાસી છે અને તેઓએ છોટાઉદેપૂરના સીતારામ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. સીતારામ નામના ઈસમનો પોલીસને મોબાઈલ નંબર મળી આવ્યો છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ રૂપિયા 3.17 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે