/connect-gujarat/media/post_banners/46dbe5d7791adc2314b855dec8815e2f54be5b524dbafcb9d174e18119115bba.jpg)
ભરૂચના જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાના કારણે નુકસાન થયેલ લાઈનને રીપેરીંગ કરી મદાફર ગામે લાઈટ ચાલુ કરવા માટે કામગીરી કરતા 2 વ્યકતીને કરંટ લાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ભારે નુકશાન પહોચડ્યું છે. ત્યારે જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વિજતારો તૂટી ગયા હતા. જેને લઈને ગ્રામ્ય વિસ્તારના જી.ઇ.બી.ના કર્મચારી વિજલાઇનને રીપેરીંગ કરી મદાફર ગામે લાઈટ ચાલુ કરવા માટે કામગીરી કરતા હતા. તે દરમિયાન અચાનક 2 વ્યકતીને વીજ કરંટ લાગતાં જંબુસરમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતો. બાદમાં તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ જંબુસર જીઈબી વિભાગને તથા જીઈબી વિભાગના ઉચ્ચ અધિકારીઓને થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.