Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના કરછીપૂરા ગામે કેમિકલ યુક્ત પાણી પી જતા 25 ઊંટના મોત, પશુપાલકો કલેક્ટર પાસે દોડી આવ્યા

વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો

X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો

ભરૂચના વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામ નજીક આવેલ કરછીપૂરા ગામ પાસે કેમિકલયુક્ત પાણી પીવાના કારણે 25 ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક સાથે 25 જેટલાં ઊંટના મોત બાદ પશુપાલકે આ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.ખાનગી કંપની દ્વારા છોડવામાં આવેલ પ્રદુષિત પાણીનો ભરાવો થતા આ પાણી ઊંટ પી જતા મોત નાઇપજ્યા હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ બાબતની રજૂઆત કરવામાં પશુપાલકો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી વળતરની માંગણી કરી હતી સાથે જ કરછીપૂરા ગામમાં પીવાના પાણીનો પણ પ્રશ્ન હોય આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની પણ માંગ કરવામાં આવી હતી. દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાંથી પસાર થતી કાંસમાં કેમિકલયુક્ત પાણી બિન્દાસ અને બે ફિકેરાઈથી છોડવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે. જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકારના કેમિકલયુક્ત પાણીના કારણે મોતને ભેટી જતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે સઘન તપાસ કરવામાં આવે એ જરૂરી છે

Next Story