ભરૂચ: અંકલેશ્વર GIDCમાં પાર્ક કરેલ વાહનોમાંથી 5 બેટરી મળી રૂ.39 હજારથી વધુના માલમત્તાની ચોરી

લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિકની ઓફીસ બહાર પાર્ક કરેલ ચાર વાહનોમાંથી પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં પાર્ક કરેલ વાહનોમાંથી 5 બેટરી મળી રૂ.39 હજારથી વધુના માલમત્તાની ચોરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિકની ઓફીસ બહાર પાર્ક કરેલ ચાર વાહનોમાંથી પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત વૈભવ પાર્કમાં રહેતા ઇન્દ્રજીત મુરલીધર યાદવ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લાયકા ચોકડી પાસે આવેલ જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફીસ ચલાવે છે જેઓની ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગત તારીખ-૩૦મી જાન્યુઆરીના રોજ પાર્ક કરેલ ટેન્કર નંબર-જી.જે.૦૨.વી.વી. ૪૪૪૦,આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.ડબ્લ્યુ.૮૯૮૯,આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એક્સ.૯૭૪૨ અને આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.ઝેડ. ૫૧૭૦ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને ચારેય વાહનોમાં રહેલ પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories