/connect-gujarat/media/post_banners/09cc656b8140e5be8ef6d51b648dc35279c4507a7f38df8392f89fbfcc030746.webp)
ભરૂચ LCB પોલીસે શહેરના પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા 7 જુગારીયાઓએ ઝડપી પાડી રૂપિયા 53 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ હતો, તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પિટલ નજીક આવેલ લક્ષ્મીનગર સોસાયટીના મકાન નંબર જે/7માં જુગારધામ ચાલી રહ્યો છે. LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા જુગાર રમતાં 7 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે ઘટના સ્થળેથી 53,940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.