Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના વસ્તી ખંડાલી ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા, રૂ.14 હજારનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ: વાગરાના વસ્તી ખંડાલી ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા, રૂ.14 હજારનો મુદ્દામાલ જપ્ત
X

વાગરા પોલીસે વસ્તી ખંડાલી ગામમાંથી જુગાર રમતા સાત જુગારીયાઓને 14 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃતિઓ અટકાવવા આપેલ સૂચનાઓને આધારે જંબુસરના વિભાગીય પોલીસ વડા પી.એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વાગરાના પી.આઈ એ.કે જાડેજા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી વસ્તીખંડાલી ગામના સ્કુલ નજીક ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગારી ઉસ્માન ગફુરદાદૂવલ્લી વોરા પટેલ,મુસ્તાક ઝાકીર મલેક અને મહેબુબ ઈસ્માઈલ ભઠ્ઠી તેમજ જુબર અબ્દુલ ભઠ્ઠી,સળી મહમંદ વોરા પટેલ સહિત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

Next Story