Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 73મા CA સ્થાપના દિવસ નિમિત્તે ICAI ભવન ખાતે રક્તદાન શિબિર-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ICAI ભવન ખાતે 73મા CA સ્થાપના દિવસની ઉજવણી, રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન.

X

ભરૂચ શહેરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત નર્મદાનગરમાં આવેલ ICAI ભવન ખાતે CAના 73મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં હિસાબી વ્યવસાયના વિસ્તૃત નિયમન માટે વર્ષ 1949ની તા. 1 જુલાઈના રોજથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)નો દેશની અસ્થાયી સંસદ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949 હેઠળ નિયમ ઘડવામાં આવ્યો છે. ત્યારથી જ તા. 1 જુલાઈના રોજ CA ફાઉન્ડેશન ડેની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI અને WICASA ભરૂચ બ્રાન્ચ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના 73મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના જીઆઈડીસી વિસ્તાર સ્થિત નર્મદાનગરમાં આવેલ ICAI ભવન ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી તેમજ રેડક્રોશ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ 73મા સ્થાપના દિવસ નિમિત્તે 73 જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે WIRC ઓફ ICAI ભરૂચના ચેરમેન CA અક્ષર મહેતા, WICASAના ચેરમેન CA મહાવીર જૈન, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, ICAIના પૂર્વ પ્રમુખ CA સાગરમલ પારીક તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story