/connect-gujarat/media/post_banners/cf76f7c53854e1eb1dc4889653be81699e22a6ef4138d67e05cac15907050d4e.jpg)
ભરૂચના વાલિયામાં 10 વર્ષીય બાળકી અને જંબુસરમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
મળતી માહિતી અનુસાર ભરૂચના વાલિયા તાલુકાની હરી નગર સોસાયટીમાં રહેતી 10 વર્ષીય બાળકી અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરે છે જે બાળકીની ગતરોજ રાતે તબિયત લથડતા તેને ગેસ્ટ્રોની અસરને સારવાર માટે પરિવારજનોએ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું ગેસ્ટ્રોની અસરની સારવાર દરમિયાન મોત નીપજયું હતું 10 વર્ષની બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાળાનું હાર્ટએટેકથી મોત નીપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે.જો કે તબીબી રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
આ તરફ જંબુસરના ખાનપુરદેહ ગામનામા વધુ એક વ્યક્તિનુ હાર્ટએટેકના કારણે મોત નિપજયુ હતુ.50 વર્ષીય સુરેશભાઈ અંબાલાલ મિસ્ત્રી નામના વ્યક્તિનુ હાર્ટએટેક કારણે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા