Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત રનીંગ ક્લબ દ્વારા 100 KM લાંબી મેરેથોન દોડ યોજાય...

રન ફોર યુનિટી, રન ફોર પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા”ને અનુલક્ષીને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભરૂચ સુધી 100 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત રનીંગ ક્લબ દ્વારા 100 KM લાંબી મેરેથોન દોડ યોજાય...
X

"રન ફોર યુનિટી, રન ફોર પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા"ને અનુલક્ષીને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભરૂચ સુધી 100 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ રનીંગ ક્લબ દ્વારા તા. 16 સપ્ટેમ્બર 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 100 કિલોમીટરનું રનીંગ કરી ભરૂચના સ્ટેશન રોડ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી પહોંચતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ સહિતના કાર્યકરોએ દોડવીરોનું સન્માન કર્યું હતું. આ દોડવીરોએ દોડ દરમિયાન નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની જનતાને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા માટે અભિયાન ચલાવી રસ્તા વચ્ચે રાહદારીઓને કાપડની થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે લોકોને જાગૃત કર્યા હતા. સાથે જ પ્લાસ્ટિકથી થતા વાયુ, જમીન અને પાણીના પ્રદૂષણ અટકાવવા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Next Story