ભરૂચ : જંબુસરના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત, પોલીસે તપાસ આરંભી...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

New Update
ભરૂચ : જંબુસરના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત, પોલીસે તપાસ આરંભી...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામથી ઉચ્છદ ગામ જતાં દાંડી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે વેડચ ગામના 35 વર્ષીય શૈલેષ જાદવનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘરેથી વાહનમાં પેટ્રોલ ભરાવવા નીકળેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ વેડચ પોલીસ કાફલો તાતકાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોચી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories