Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 96 વર્ષીય અશક્ત વૃદ્ધાએ કર્યું મતદાન, પ્રથમ વખત મતદાન કરનાર યુવતીમાં પણ અનેરો ઉત્સાહ...

ભરૂચમાં 96 વર્ષીય અશક્ત વૃદ્ધા તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ મતદાનની ફરજ નિભાવી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

X

ભરૂચમાં 96 વર્ષીય અશક્ત વૃદ્ધા તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ મતદાનની ફરજ નિભાવી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે 96 વર્ષીય અશક્ત વૃદ્ધા મણીબેન પરમારે મતદાન મતદાન કર્યું હતું. તો બીજી તરફ, પ્રથમ વખત મતદાન કરનાર યુવતી નેન્સી પ્રજાપતિએ પણ PWD કચેરી ખાતે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, અશક્ત વૃદ્ધ મહિલા તેમજ યુવા મતદાર અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

Next Story