/connect-gujarat/media/post_banners/b39c5425f230b218cd82b20d9905bb2dd63dd9d5a4c9fe65059a05a406998f0c.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વરાજ ભવન ખાતે જંબુસર પોલીસ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
કોઈકના બુજતા જીવનદીપને નવજીવન આપવા દરેક વ્યક્તિએ રક્તદાન અવશ્ય કરવું જ જોઈએ, ત્યારે “રક્તદાન એ જ મહાદાન”ના સૂત્રને સાર્થક કરવા ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વરાજ ભવન ખાતે જંબુસર પોલીસ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીના અધ્યક્ષસ્થાને આયોજિત રક્તદાન શિબિરનો ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ રક્તદાન કરવા તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરી, પ્રો. ડીવાયએસપી એમ.પી.મોદી, પીઆઇ એ.વી.પાણમિયા, જંબુસર નગરપાલિકા પ્રમુખ અમીશા શાહ, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, ડો. દીપક રાઠોડ, પાલિકા મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.