ભરૂચ : કસક ગરનાળામાં ખાનગી ટ્રાવેલ્સની બસ ફસાતાં કલાકો સુધી સર્જાય ટ્રાફીક જામની સ્થિતિ...

કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ફસાય જતાં કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય હતી.

New Update
ભરૂચ : કસક ગરનાળામાં ખાનગી ટ્રાવેલ્સની બસ ફસાતાં કલાકો સુધી સર્જાય ટ્રાફીક જામની સ્થિતિ...

ભરૂચ શહેરના કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ફસાય જતાં કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય હતી.

ભરૂચ શહેરના કસક વિસ્તારથી સ્ટેશન તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસક ગરનાળાની અંદર વચ્ચે ફસાઈ જતાં માર્ગ પર બન્ને તરફનો ટ્રાફિક અવરોધાયો હતો. જે બાદ કસકથી સ્ટેશનને જોડતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે, બસ અધવચ્ચે જ ફસાઈ રહેતા પશ્ચિમ વિસ્તારથી પૂર્વ વિસ્તાર તરફ જતા અનેક નોકરિયાત વર્ગનો સમય ટ્રાફિક જામના કારણે વેડફાયો હતો. જોકે ભારે જહેમત બાદ લક્ઝરી બસના ચાલકે બસને ગરનાળામાંથી બહાર હતી. જે બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત થયો હતો.