ભરૂચ: કારપાર્ક કરી જમવા જવાનું અમદાવાના વેપારીને ભારે પડ્યું,કારનો કાચ તોડી રૂ.1 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

અમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા

New Update
ભરૂચ: કારપાર્ક કરી જમવા જવાનું અમદાવાના વેપારીને ભારે પડ્યું,કારનો કાચ તોડી રૂ.1 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

ભરૂચના દહેજ રોડ ઉપર આવેલ ખાના ખજાના હોટલ પાસે કાર પાર્ક કરી જમવા ગયેલ અમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા અમદાવાદના મોમીન પ્લાઝા ખાતે રહેતા જીવાજી બાવાજી સમા વલસાડના વાપીમાં કિશન પોલી પ્લાસ્ટ કંપનીમાં ઇન્વેસ્ટમેન અને માલ સપ્લાય કરવાનો વેપાર કરે છે જેઓ અમદાવાદથી વાપી અપડાઉન કરે છે જેઓ ગત તારીખ-૨૪મી ડીસેમ્બરના રોજ વાપી જવા નીકળ્યા હતા તે દરમિયાન અવારનવાર ભરૂચના દહેજ રોડ ઉપર આવેલ ખાના ખજાના હોટલ ખાતે જમવા જતા વેપારી શનિવારે પણ જમવા જવાનું નક્કી કરતા તેઓના ભાણીયા સાથે ફોર વ્હીલ ગાડી ખાના ખજાના હોટલ આગળ માર્ગ ઉપર ગાડી પાર્ક કરી હોટલમાં જમવા ગયા હતા તે સમયે અજાણ્યા ગઠિયાઓએ તેઓની ગાડીનાં પાછળની સાઈડના દરવાજાનો કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને વિવિધ બેન્કના ૬ ચેક તેમજ દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે ભરૂચ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.