Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બાળકોમાં ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવવા હેતુ નવેઠા પ્રાથમિક શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન...

પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

X

ભરૂચ જિલ્લાના નવેઠા ગામની પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના નવેઠા ગામ સ્થિત પ્રાથમિક શાળાના બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત-વિજ્ઞાન મેળો તેમજ પ્રદર્શનમાં નવેઠા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ગણિત અને વિજ્ઞાન વિષયને લગતી 19થી વધુ કૃતિ અને મોડેલ રજૂ કર્યા હતા. આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોની કૃતિ અને મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ઉપસ્થિત મહેમાનોએ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નવેઠા ગામના સરપંચ રમીલા પરમાર, ભાડભૂત ગ્રુપાઆચાર્ય નિતેશ પાંભર, કન્વીનર જ્યોત્સના બારોટ અને CRC ભાડભૂતના પ્રકાશ પટેલ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story