Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નંદેલાવ ગામે ચાર દિવસીય બ્લોક હેલ્થ મેળાનું આયોજન, નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયો શુભારંભ

જિલ્લાના નંદેલાવ હેલ્થ એન્ડ વેલનેસ ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ કાર્યક્રમ યોજાયો

X

ભરૂચ જિલ્લાના નંદેલાવ હેલ્થ એન્ડ વેલનેસ ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ કાર્યક્રમ યોજાયો

ગામડાઓમાં રહેતા લોકો સ્વાસ્થય અંગે જાગૃત થાય અને વિના મૂલ્યે પોતાની સારવાર કરાવી શકે તે માટે સરકાર દ્વારા ચાર દિવસીય હેલ્થ મેળાનું આયોજન કરાયું છે. જેના ભાગ રૂપે નદેલાવ હેલ્થ એન્ડ વેલનેસ ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ કાર્યક્રમ યોજાયો હતો.આ બ્લોક હેલ્થ કેર મેળામાં જિલ્લાના જુદા જુદા વિભાગોએ સ્ટોલ્સ ઉભા કરી લોકોની સ્વાસ્થ્ય સંબંધી રોગોનું નિદાન અને માર્ગદર્શન નિષ્ણાત તબીબીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે હેલ્થ કેર મેળામાં આરોગ્ય પ્રદાન કીટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી જેએસ દુલેરા, આરોગ્ય વિભાગના ચેરમેન આરતીબેન, બાંધકામ વિભાગના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story