/connect-gujarat/media/post_banners/0a2c9ed85f5ee21b1b46ab4e361dcb995b948882d895c706f5dccd903c956da8.jpg)
ભરૂચના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો.
ભરૂચના નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ આર.આર.ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં રહેતો મયુરકુમાર મધુસુધન પટેલ કેલ્વીકુવા ગામે એસ્સાર પેટ્રોલ પંપથી થોડે દુર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને 6 મોબાઈલ ફોન તેમજ 3 વાહનો મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને 6 જુગારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.