ભરૂચ: નર્મદા પાર્ક ખાતે પાવન સલીલા માં નર્મદાજીની ભવ્ય આરતીનું આયોજન કરાશે

આરતી કેવડિયા સ્થિત ગોરાઘાટ ખાતે પાવન સલીલા માં નર્મદાજીની આરતીનો હાલમાં જ પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update

કાશી તેમજ હરિદ્વાર ખાતે ગંગાઘાટ પર ગંગાજીની ભવ્ય આરતી કરવામાં આવે છે ત્યારે તેવી જ આરતી કેવડિયા સ્થિત ગોરાઘાટ ખાતે પાવન સલીલા માં નર્મદાજીની આરતીનો હાલમાં જ પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે ભરૂચમાં પણ નર્મદા પાર્ક ખાતે ઘાટ પર માં નર્મદાજીની દર મહિનાના એક દિવસ પસંદ કરી ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવશે.

Advertisment

ભરૂચ ના નર્મદા સંસ્કૃત પાઠશાળા ખાતે આગામી દર માસનો એક દિવસ પસંદ કરી પાવન સલીલા માં નર્મદાજીની નિરંતર આરતી કરવાનું ભવ્ય આયોજન કરવાંને લઇ વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બેઠક મળી હતી.જેમાં નર્મદા સંસ્કૃત પાઠશાળાના ટ્રસ્ટી દિનેશ પંડયા, અશોક પંડયા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અજય વ્યાસ, આચાર્ય હરીશ ભટ્ટ સહિત સામાજિક સંગઠનના આગેવાન હાજર રહ્યા હતા.

Advertisment
Latest Stories