Connect Gujarat
ભરૂચ

ભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે.

X

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની છે.

મળતી માહિતી અનુસાર દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો. વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી.ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાસન સ્થળ ઉપર દોડી આવ્યું હતું.

એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી. જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો. હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાની સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.

Next Story