ભરૂચ: નેત્રંગમાં DCB બેન્ક અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિકના નિયમોથી અવગત કરાવાયા
દેશ અને રાજયમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
BY Connect Gujarat Desk27 Oct 2022 7:18 AM GMT

X
Connect Gujarat Desk27 Oct 2022 7:18 AM GMT
દેશ અને રાજયમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના કારણે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટે છે ત્યારે વાહનચાલકો ટ્રાફિકના નિયમો સમજે અને તેનું પાલન કરે એવા હેતુથી ડી.સી.બી.બેન્કની નેત્રંગ શાખા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Delete Edit




નેત્રંગ પોલીસના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રાન્ચ મેનેજર ધર્મેન્દ્ર પટેલ,બેન્કનો સ્ટાફ તેમજ પોલીસકર્મીઓ જોડાયા હતા અને લોકોને બાઇક ચલાવતી વખતે ફરજિયાત હેલમેટ પહેરવા વિનંતી કરવામાં આવી હતી
Next Story