ભરૂચ: મેઘરાજાના મેળામાં આઠમના પર્વ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ

સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ.

New Update
ભરૂચ: મેઘરાજાના મેળામાં આઠમના પર્વ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ

ભરૂચમાં સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ.

Advertisment

ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મેદની ઉમટી હતી.દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં છપ્પનીયા દુકાળ પહેલાના સમયથી ઉજવાતા મેઘરાજા અને છડીનો મેળો મહાલવા તેમજ દર્શન માટે રાજયભરમાંથી શ્રદ્ધાળુઓ ગોકુળ અષ્ટમીના દિને ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી હતી.ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયાના બીજા દિવસે ગોકુળ અષ્ટમી હોય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.છડી મેઘરાજાના ઉત્સવને લઈને સોનેરી મહેલ થી ભોઇવાડ સુધીના સમગ્ર વિસ્તારમાં વિવિધ ખાણી પીણી તેમજ રમકડાં ,ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ ઉભા કરાયા છે.તો ભોઈવાડના ઘોઘારાવ મંદિરે છડી ઝુલાવવા સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.જેમાં દર્શન પૂજન અર્થે પણ મોટી સંખ્યામા લોકો ઉમટી રહ્યા છે.મેઘરાજા ના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી હતી.

Advertisment