Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના નરવાણી ગામની સીમમાં માછલીની ચોરીની શંકાએ પરપ્રાંતિય યુવાનની હત્યા,પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચના વાગરાના નરવાણી ગામની સીમમાંથી દહેજ પોલીસને 17 ડિસેમ્બરે અજાણ્યા હિન્દી ભાષી યુવાનનો મૃતદેહ મળ્યો હતો.

X

ભરૂચના વાગરા તાલુકાના નરવાણી ગામની સીમમાં ડિકમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહમાં મચ્છી ચોરીની શંકાએ માલિકો અને નોકરોએ મળી પરપ્રાંતીય યુવાનને મોતને ઘાત ઉતાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ભરૂચના વાગરાના નરવાણી ગામની સીમમાંથી દહેજ પોલીસને 17 ડિસેમ્બરે અજાણ્યા હિન્દી ભાષી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. દહેજ પોલીસે લાશને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી પ્રારંભે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પેનલ પી.એમ.માં માથા, ગરદન અને છાતીના ભાગે ઇજા પોહચાડી મોત થયાનું ફલિત થતા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ગામના જ વસાવા ફળિયામાં રહેતા બે યુવાનોની ભૂમિકા બહાર આવી હતી.હત્યામાં પ્રવીણ ઉર્ફે લાલા ભીખા વસાવા અને કરણ રમેશ વસાવાની પૂછપરછ કરતા તેઓએ હત્યાની હકીકત વર્ણવી હતી. ખેત તલાવડીના માલિક અજિત અને વિનય પટેલે મચ્છી તલાવ બનાવ્યું હતું. જ્યાં મૃતક બેઠો હોય તેના ઉપર માછલી ચોરીની શંકા વ્યક્ત કરાઈ હતી.યુવકને ત્યાંથી જતો રહેવાનું કેહતા તેણે ઝઘડો કરતા મચ્છી તલાવડીના માલિક અજિત, વિનય સાથે પ્રવીણ તેમજ કરણે મારામારી કરી હતી. માથા, ગરદન અને છાતીમાં બન્ને માલિકો અને મજૂરોએ કુહાડી, પાવડા અને લાકડાના દંડા મારી પરપ્રાંતીય અજાણ્યા યુવાનની હત્યા કરી નાખી હતી. જે હત્યાના ગુનામાં પોલીસે બન્ને મજૂરોની ધરપકડ કરી ફરાર બે માલિકોની શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story