ભરૂચ : ઝઘડિયાના હરીપુરા નજીક કારની ટક્કરે મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત, અન્ય એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે માર્ગ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,

New Update
ભરૂચ : ઝઘડિયાના હરીપુરા નજીક કારની ટક્કરે મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત, અન્ય એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે માર્ગ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાના પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી. રાજપારડી તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે મોપેડ સવાર 2 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની ટક્કર લાગતાં જ મોપેડ સવાર 2 લોકો હવામાં ફાંગોળાયા હતા, ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. તો અન્ય એક વ્યક્તિને શરીરે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉમલ્લા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ ઉમલ્લા પોલીસે અકસ્માતે એક વ્યક્તિનું મોત નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories