ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષ નિમિત્તે કેબલઓપરેટર અને પત્રકારો માટે સંગીત સંધ્યાનું કરાયું આયોજન

ભરૂચમાં કાર્યરત ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પત્રકારો અને કેબલ ઓપરેટર માટે રવિવારના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષ નિમિત્તે કેબલઓપરેટર અને પત્રકારો માટે સંગીત સંધ્યાનું કરાયું આયોજન

ભરૂચમાં કાર્યરત ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પત્રકારો અને કેબલ ઓપરેટર માટે રવિવારના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાચારો સાથે સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલ ચેનલ નર્મદા ભરૂચમાં કાર્યરત છે જેની સ્થાપનાના રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને વર્ષ દરમ્યાન 25 અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે જેના ભાગરૂપે રવિવારના રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના જાણીતા કર્ણિક શાહ અને તેમના વૃંદ દ્વારા ગીત સંગીતનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ચેનલ નર્મદાનાં ડિરેક્ટર ઋષિ દવે, હરીશ જોષી અને નરેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ નર્મદા સાથે સંકળાયેલ પત્રકારો અને કેબલ ઓપરેટર મિત્રો માટે આ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભરના કેબલ ઓપરેટર અને પત્રકારોએ હાજરી આપી હતી અને ચેનલ નર્મદાને રજત જયંતિ વર્ષ નિમિત્તે શુભકામના પાઠવી હતી.

Latest Stories