Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નવ વર્ષ સુશાસનના અભિયાન અંતર્ગત ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો

X

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નેતૃત્વના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ,યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિષ સિંઘ,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણ,કૌશલ ભટ્ટ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને પી.એમ.મોદીના સમર્થનમાં મિસ કોલ કરાવવામાં આવ્યા હતા

Next Story