ભરૂચ: મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું કરાયું આયોજન,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચની મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા

New Update

ગુજરાતના આંગણે લોકશાહીનો અવસર આવ્યો છે અને તે આપણે સૌએ સાથે મળીને ઉજવવાનો છે.લોકતંત્રમાં મતદારથી મોટું કોઈ નથી અને મજબૂત લોકતંત્રના પાયામાં એક એક મત મહત્વનો છે માટે પ્રત્યેક મતદાર તેના મતનો ઉપયોગ અવશ્ય કરે અને મતદાન અચૂક કરે તેની જાગૃતતા માટે મુનશી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .મુનશી સ્કૂલના વિદ્યાર્થીઓએ હાથમાં પ્લે કાર્ડ લઈ જંબુસર બાયપાસ ચોકડીથી મહમદપુરા ચોકડી સુધીના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને લોકતંત્રના પર્વમાં મતદાન કરી પોતાનું યોગદાન આપવા અપીલ સાથે જાગૃત કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ શાળાના ટ્રસ્ટીઓ,આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories