Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 12 વર્ષ બાદ યોજાયો દુર્લભ સંયોગ, જંબુસરના કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ઘોડાપૂર

જંબુસરના કાવી-કંબોઇ ખાતે ઊમટ્યું માનવ મહેરામણ, 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે શિવભક્તો ઉમટ્યા

X

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલા કાવી-કંબોઇના શિવ મહાતીર્થ સ્તંભેશ્વર ખાતે શનિવારે અમાવસ્યા સહિત 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા.

શિવપુત્ર કાર્તિકીયએ તાડકાસુરના વધ બાદ પાપમુક્તિ માટે કાવી-કંબોઇના સમુદ્ર કિનારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ નજીક આવેલ આ તીર્થસ્થાન સદીઓ સુધી ગુપ્ત રહ્યું હતું, તેથી તેને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આજરોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શનિવાર અને અમાસના દિવસે ભોળાનાથના દર્શન અર્થે લાખોની જનમેદની ઉમટી પડી હતી. અહીના સ્થાનકે દરિયામાં આવતી ભરતીના કારણે મંદિરના ગુંબજ સુધી પાણી આવી જાય છે.

આ વર્ષે 12 વર્ષ બાદ શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યા, માઘ, નક્ષત્ર, શિવયોગ સર્જાયો છે. સ્કંદપુરાણ મુજબ આ ઉપરાંત શનિવાર અમાવસ્યા સંક્રાન્તિ અને વ્યતિપાતમાં પુષ્કર નામનો યોગ વર્ષો બાદ સર્જાય છે. સ્તંભેશ્વર તીર્થ ખાતે આ દિવસે શિવપૂજા, સ્નાન, દાન-તપ વગેરનું અનેરંસ મહત્વ છે, ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તોએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story