Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓ માટે યોજાયો “સ્પોર્ટ્સ ઈવેન્ટ”, 225થી વધુ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...

આપણા જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. રમતગમત એક અગત્યનું પરિબળ છે.

X

આપણા જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. રમતગમત એક અગત્યનું પરિબળ છે. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ માટે સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલ તેમજ ઇન્ટરનેટની દુનિયામાંથી બહાર આવી રમત-ગમત થકી પોતાના માટે સમય નથી કાઢી શકતા. રમત-ગમત એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણા શરીરના રક્ત પરિભ્રમણમાં વિવિધ રમતો ખૂબ મદદરૂપ થાય છે. તો બીજી તરફ, આપણા મગજના વિકાસ માટે પણ રમત ફાયદાકારક સાબિત થઈ છે. રમત-ગમતને કસરતનું શ્રેષ્ઠ સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે રમત-ગમત પ્રત્યે વાલીઓમાં રુચિ કેળવાય તે હેતુસર ભરૂચના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ઈવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ્ય સાથે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા વિવિધ રમતો યોજાય હતી.

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અવારનવાર જનજાગૃતિના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે આજરોજ આયોજિત સ્પોર્ટ્સ ઈવેન્ટમાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના બાળપણની યાદોને ફરી એકવાર તાજી કરી હતી. અભ્યાસની સાથે ઈતરપ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓને રમતા જોઈ શિક્ષકો ખુશ થાય જ છે. પરંતુ આજના સ્પોર્ટ્સ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓના માતા-પિતાને રમતા જોઈ શિક્ષકોની ખુશીનો પાર રહ્યો નહોતો. આ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 225થી વધુ વાલીઓએ ક્રિકેટ તેમજ થ્રો બોલ સહિતની વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના શરીરનો સ્વસ્થ અનુભવ કર્યો હતો. સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમ્યાન વાલીઓની સલામતી માટે એમ્બ્યુલન્સ સહિત પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના CBSE વિભાગના આચાર્યા રેખા શેલકે, GSEB વિભાગ અંગ્રેજી માધ્યમના આચાર્યા સીમી વાધવા, GSEB વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્યા મેઘના ટંડેલ સહિત શિક્ષકગણ તેમજ શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ ઈવેન્ટને સફળ બનાવ્યો હતો.

Next Story