ભરૂચની આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
ભરૂચની આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટી ના કુલ 10 ઉમેદવારો તથા અપક્ષના કુલ 11 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક પણ ઉમેદવાર મેદાન માં ઉતાર્યા નાં હતા.આમોદમા ભારતીય જનતા પાર્ટીના પાચ સદસ્યોએ પોતાના વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાનાં આક્ષેપ સાથે રાજીનામાં આપ્યા હતા જેના પગલે ચૂંટણી અધિકારી દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામા આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીને 2021ની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યો હતો જેના પગલે આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ત્રણ વોર્ડ પૈકી એક પણ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતાં જાણે ચૂંટણી પેહલા જ કોંગ્રેસ દ્વારા અપક્ષ અને ભાજપ સામે હાર સ્વીકારી લીધી હોય તેમ પંથકમાં લોકો દ્વારા ચર્ચાનો વિષય બન્યો છે