ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરમાં સનાતન ધર્મના ઇતિહાસ સાથે છેડછાડ કરવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું બોટાડ જીલ્લાના સાળંગપુર ખાતે સનાતન ધર્મના આસ્થાના કેન્દ્ર સ્વરૂપ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે.આ મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાય સન ૧૯૦૭ થી કરે છે,પરંતુ થોડા દિવસ પહેલા મંદિર પરિસરમાં હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ ભીતચિત્રો દ્વારા સનાતન ધર્મ જ નહીં પરંતુ હનુમાનજીનું પણ અપમાન કરવામાં આવી રહ્યું છે. તે પ્રથમ દ્રષ્ટિએ દેખાય રહ્યું છે.સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ઈરાદા પૂર્વક સનાતન ધર્મના ઇતિહાસ સાથે જે છેડછાડ કરવામાં આવી રહી છે. તેનાથી સમગ્ર સનાતન ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાય રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જીલ્લા આદિવાસી સમાજ આ ઘટનાને સખત શબ્દો માં વખોડયુ હતું અને આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું