ભરૂચ : આમોદ-સરભાણ માર્ગ પર ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા પહોચી ગંભીર ઇજા, હાલ સારવાર હેઠળ...

આમોદથી સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે એક એલપીજી ગેસના બોટલ ભરેલા ટ્રક ચાલકે ગરીબ મજૂરને ટક્કર મારતા તેના ડાબા હાથમાં ફેક્ચર થયું હતું,

New Update
ભરૂચ : આમોદ-સરભાણ માર્ગ પર ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા પહોચી ગંભીર ઇજા, હાલ સારવાર હેઠળ...

ભરૂચ જિલ્લાના આમોદથી સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે એક એલપીજી ગેસના બોટલ ભરેલા ટ્રક ચાલકે ગરીબ મજૂરને ટક્કર મારતા તેના ડાબા હાથમાં ફેક્ચર થયું હતું, જ્યારે માથાના ભાગે અને જમણા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના રોઝા-ટંકારીયા ગામેથી એલપીજી ગેસના બોટલ ભરીને કરજણ જતા ટ્રક ચાલકે આમોદથી સરભાણ તરફ હનુમાનજી મંદિર પાસે એક ગરીબ રાહદારી કાલિદાસ છોટુભાઈ રાઠોડ. ઉ.વ. 60 રહે, માંડવા ફળીયું આમોદને ટક્કર મારતા રાહદારી કાલિદાસ રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આમોદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસે એલપીજી ગેસના ટ્રક ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Latest Stories