Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાલિયાના ભમાડીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસ દોડતી થઈ

ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી રહી છે.

X

ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે બુટલેગરોના નાપાક કારનામા પાર પડે તે પહેલા જ સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે ભારતીય બનાવટના દારૂ ભરેલ ટ્રકને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમાડીયા ગામ નજીક એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદશી દારૂ વહન થઈને આવ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામજનોના ટોળાએ ટ્રકને ઝડપી પાડી હતી. જે બાદ સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રકનો કબ્જો લઇ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બધા વચ્ચે એક લોક ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું હતું કે, કેટલાક સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળ ઉપર આંટાફેરા મારી રહ્યા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રકનો કબ્જો લઇ તેમાં રહેલા દારૂના જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story