ભરૂચ: નગર સેવા સદનનું વીજ કનેક્શન કપાતા કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન,ખાલી તિજોરી સાથે વિરોધ નોંધાવ્યો

ભરૂચ નગર સેવા સદન દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: નગર સેવા સદનનું વીજ કનેક્શન કપાતા કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન,ખાલી તિજોરી સાથે વિરોધ નોંધાવ્યો

ભરૂચ નગર સેવા સદન દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે અનોખી રીતે વિરોધ પ્રદદર્શન યોજાયું હતું.

ભરૂચ નગરપાલિકાએ વીજબિલના નાણા ભરવામાં નાદારી જાહેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. અગાઉના 6 કરોડ તથા વાર્ષિક 4 કરોડ મળી 10 કરોડ ઉપરાંતનું બિલ ભરવા માટે લોન આપવા સરકારમાં દરખાસ્ત કરી છે. બીજી તરફ વોટર વર્કસ વિભાગના 6થી વધુ કરોડ ઉપરાંતના બિલની વસુલાત માટે વીજકંપનીએ સ્ટ્રીટલાઇટના જોડાણો કાપી નાખતાં શહેરમાં અંધારપટ છવાઇ ગયો છે. ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ દ્વારા ખાલી તિજોરી નગર સેવા સદનના પટાંગણમાં મૂકી અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો