ભરૂચ : કેસરોલ ગામ તળાવમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

New Update
ભરૂચ : કેસરોલ ગામ તળાવમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ તાલુકાના કેસરોલ ગામના તળાવમાંથી એક અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકાના કેસરોલ ગામના તળાવમાંથી એક અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ પાણીમાં તરતો દેખાતા ગ્રામજનો દ્વારા ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા ભરૂચ તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહ જોતા ડીકમ્પોઝ હાલતમાં હોય જેથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પોહચી મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories