/connect-gujarat/media/post_banners/22b509fb875ddbbae8b0771275e8a96571533d7dc1c39a474dce9c5aa0042ee3.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચમારીયા ચોકડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથ-પગ ધોવા ઉતરેલા એક વ્યક્તિનો પગ લપસી જતાં તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, વડોદરાના શ્યામનગર મકરપુરા વિસ્તારમાં રહેતા વિનોદ લલ્લુભાઈ દેગામા બાઈક લઈને સારોદ ગામે દર્શન કરવા ગયા હતા, જ્યાં દર્શન કરીને વડોદરા પરત ફરી રહ્યા હતા, ત્યારે ચમારિયા ચોકડી પાસે કેનાલની સાઈડમાં હાથ-પગ ધોવા કેનાલમાં ઉતર્યા હતા. તે સમયે અચાનક તેમનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બાનવ અંગે વેડચ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.