/connect-gujarat/media/post_banners/4a04ac088c7a7099123941d731e135fd927e5a7b9d32701ba9eb04b1885983f5.webp)
ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હૈદરભાઈ મલેક ગતરોજ સાંજે બાવાગોર દરગાહ પરથી તેમના ઘરે આવ્યા હતા, ઘરે તેમની બહેને તેમને જણાવેલ કે અસલમ કાલુ સીદી નાઓ મને કાંઈક કહી મારી સાથે વાત કરવા કરતો હતો તેમ જણાવ્યું હતું, જેથી આસિફ મલેકે અસલમ કાલુ સીદી તેના ઘરની સામે જ રહેતો હોય તેના ઘરે જઈને જણાવેલ કે તું મારી બેન ને શું કહેતો હતો ? તેમ પૂછતા અસલમ કાલુ સીદી એકદમ ઉશ્કેરાઇ જઇ આસિફને એવું કહ્યું હતું કે તું અહીંયાથી જતો રહે નહીં તો હું તને મારીશ, તેમ કહેતા આશિફ તેના ઘરે જતો રહ્યો હતો. બે કલાક બાદ ફરી આસિફ તેના ઘરની બહાર આંગણામાં ઉભો હતો તે વખતે અસલમ કાલુ સીદી તથા અક્રરમ અને તેના સાથેનો બીજો એક માણસ આસિફ પાસે આવેલા અને તે સમયે અસલમે તેના હાથમાંના ચપ્પુ વડે અચાનક આસિફ પર હુમલો કરી તેના બરડાના ભાગે ચપ્પુ મારી દીધેલ હતું.આ મામલામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે